AnyROR Gujarat 2023|7 12 utara : 7/12 8અ ના ઉતારા મેળવો ઓનલાઈન

AnyROR Gujarat 2023|7 12 utara : 7/12 8અ ના ઉતારા મેળવો ઓનલાઈન:-ભારત દેશ અત્યારના સમયમા ડિજીટલ યુગમા પ્રગતી કરી રહ્યો છે, દેશ અને ગુજરાત રાજ્યની ઘણી બધી સેવાઓ ઓનલાઇન થઈ ગઇ છે,જેમા રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો Online Portal અમલી બનેલ છે.જેમા Digital Gujarat portal પર રાજયની 193 જેટલી સેવા અને યોજનાઓનો લાભ મેળવી શકો છો ખેડૂતો માટે પણ ikhedut portl બનાવવામા આવ્યુ છે જે હવે ગુજરાત રાજ્ય સરકારે  ખેડૂતોના હીતને ધ્યાનમા રાખી AnyoROR Gujarat 2023 અમલી બનાવેલ છે. હવે ગુજરાત રાજ્યના ખેડુતો આ પોર્ટલ પરથી મહેસુલી રેકોર્ડ ઓનલાઈન મેળવી શકશે.આ ઓનલાઇન સેવામા જમીનોના દસ્તાવેજો જેવા કે 7/12,8-A,6 વગેરે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.આ DGITALLY ROR નકલ AnyoROR Anywhere Portal અને ioRA Portal પરથી મેળવી શકાશે.

ગુજરાત સરકારશ્રી મહેસુલ વિભાગ દ્રારા Land Record Online બનાવવામા આવેલ છે. Gujarat e-Dhara તરીકે ઓળખાતી આ ડીજીટાઇઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે આ ગુજરાત સરકારની ઓનલાઇન સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે.ગુજરાત રાજય સરકાર દ્રારા ખેડૂતોના હીત માટે ખુબ જ મહત્વનો નિર્ણય કર્યો છે.હવે ગુજરાત રાજયના ખેડૂતો માટે મહેસુલી રેકર્ડ ઓનલાઈન મુકવામા આવ્યો છે.જમીનના દસ્તાવેજો જેવા કે,7/12,8-A,6 વગેરે ડાઉનલોડ કરી શકાશે.આ ગુજરાત સરકારની ડીજીટલ સાઇન્ડ નકલ AnyoROR @ Anywhere અને ioRA Portal શકાશે.

7/12 ના ઉતારા અને 8-અ શું છે. ? 7/12 8અ ના ઉતારા વિશેની માહીતી

જે ખેડુત મિત્રો પોતાની માલીકીની જમીન ધરાવે છે. તે દરેક જમીનના 7 12 8અ ના ઉતારામા નોધાયેલ હોય છે. આ ઉતારામા માલીકી,સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહીતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહીતીનો સમાવેશ થાય છે.આ ખેડુતોના અગત્યના રેકોર્ડ દ્રારા જમીનમા નવા પાક વાવેતર વિશે માહીતી મેળવી શકાય છે.ખેડુતોએ પાક લોન લીધેલ હોય તો પણ જાણી શકાય છે.અને પાક ધિરાણ વિશેની પણ માહીતિ મેળવી શકાય છે.હવે જમીનના ઉતારા ખેડુત મિત્રોએ ડીજીટલ સાઇન વાળા મળશે.ઉતારાની પ્રીન્ટ કઈ તારીખે થઈ હશે તે પણ દર્શાવેલ હશે.તમે ઘરે બેઠા ડીજીટલ સાઇન વાળા ઉતારા ઓનલાઇન પ્રિન્ટ કાઢી શકશો.જેના માટે સરકાર દ્રારા નક્કી કરેલ ફી ઓનલાઇન ભરવાની રહેશે.

7/12 ની નકલ અને 8-અ ની નકલનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. ?

જમીનના મહેસુલી દસ્તાવેજો તરીકે ઓળખાતા 7/12 અને 8-અ ઘણી બધી જગ્યાએ ઉપયોગમા લેવાતા હોય છે જેમા ગુજરાત સરકારની ખેડૂત લક્ષી યોજનાઓ માટે વધારે ઉપયોગી બને છે.આ ઉપરાંત ખેડુતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઉપયોગી છે,વધુમા જોઈએ તો કિસાન ક્રેડીટ કાર્ડ યોજના જેવી ઘણી બધી લોન યોજનાઓનો લાભ લેવા માટે ખુબ ઉપયોગ થાય છે.

7/12 8- ગુજરાત Online નકલ

ગુજરાત રાજ્યમા જમીન માટેના અગત્યના ડોક્યુમેન્ટ એટલે કે ગામના નમુના નંબર 6,7/12 ઉતારા,8-અ ની નકલ છે.આ ઉતારાઓ તાલુકાના ઇ-ધરા કેન્દ્રો તથા ઇ-ગ્રામ કક્ષાએથી મેળવી શકાય છે.પરંતુ ગુજરાત સરકારશ્રી દ્રારા Digitally Singed નકલ Online Download કરી શકાય છે.આ ઉતારાઓમા e-Sign અને e-Seal સામેલ હશે.આ ઉતારાઓની નકલોનો ઉપયોગ તમામ જગ્યાએ અધિક્રુત ગણાશે. Anyror Gujarat અથવા i-ORA પોર્ટલ પરથી ઓનલાઇન મેળવી શકાશે જમીનના ઉતારા ઉપર QR Code હશે. આ કોડથી તમે ઉતારાની નકલની સત્યતા કે ખરાઇ પણ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કરી શકશે. આ ઉતારાની નકલો માટે ખેડૂતોએ ઓનલાઇન ફી ભરવાની રહેશે. આ સુવિધાથી ખેડુતોના સમયની સાથે સાથે નાણાંની પણ બચત થશે.

Highlight Point of Anyror Gujarat 2023
આર્ટીકલનો વિષય AnyROR Gujarat 2023
ભાષાગુજરાતી અને અંગ્રેજી
સેવાનો ઉદેશ ગુજરાતના ખેડૂતોને પોતાની જમીનના 6,7/12 અને 8-અ ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકાય
લાભાર્થી ગુજરાત રાજ્યના તમામ ખેડૂત
ફી કેટલી ભરવાની હોય છે. ?જમીનના ઉતારાની નકલ દીઠ રૂ.૦૫/- (પાંચ રૂપિયા)
ફી કેવી રીતે ભરવાની હોય છે. ?ફી ઓનલાઈન ભરવાની હોય
ઓફિસિયલ વેબસાઈટ AnyRORAnyoROR
ઓફિસિયલ વેબસાઈટ ioRAioRA Portal
Any RoR Gujarat પરથી કયા કયા લેન્ડ રેકોર્ડ ઓનલાઇન જોઈ શકાશે.
  • અધિક્રુત વેબસાઇટ પરથી ગ્રામીણ વિસ્તારના જમીન રેકોર્ડ અને શહેરી વિસ્તારના જમીન રેકોર્ડ ઓનલાઇન જોઈ શકાશે, જેની માતી નિચે મુજબ જણાવેલ છે.
ગ્રામીણ વિસ્તારોના રેકોર્ડ
  • જે ખેડુતો કે ખાતેદારોની ગ્રામીણ વિસ્તારોમા જમીનો છે તે ઓનલાઇન જોઈ શકશે જેના માટે અધિક્રુત વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જુના સ્કેલ કરેલા હક્ક પત્રક ગામ નંબર-6 ની વિગતો
  • જુના સ્કેલ કરેલા ગામ નંબર-7/12 ની વિગતો
  • VF-7 Survey No Details (ગામ નંબર -7 ની વિગતો)
  • ગા.નં-8અ ની વિગતો
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા.નં-6 ની વિગતો)
  • 135-D Notice for Mutation (હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • Integrated Survey no Detail (સર્વે નંબરને લગતી સંપુર્ણ માહીતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
શહેરી વિસ્તાર માટેના રેકોર્ડ
  • શહેરી વિસ્તારના લોકો પોતાની જમીન કે સંપતીનો રેકોર્ડ ઓનલાઇન જોઈ શકે છે
  • સર્વે નંબરની વિગતો
  • Nodh No.Details
  • 135-D Notice Details
  • Know Khata By Owner name
  • Entry List By Month Year
  • 7/12 ની નકલ online print Gujarat
  • ગુજરાત સરકારના મહેસુલવિભાગ દ્રારા 7/12 ની નકલો ઓનલાઇન મેળવી શકે તે માટે સેવા બહાર પાડેલ છે. આસેવાનો લાભ રાજયના તમામ નાગરીકો 7/12 ની નકલ online print Gujarat મેળવી શકશે આ સેવાનો લાભ ઘરે બેઠા લઈ શકાશે.
7/12 ની નકલ online Download
  • ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્રારા જમીનના દસ્તાવેજો ઓનલાઇન પ્રિન્ટ માન્ય કરેલ છે.જેના માટે તા18/11/2021 ના સરકારી ઠરાવ બહાર પાડવામા આવેલ છે.મહેસુલી દસ્તાવેજોમા e-Sign અને e-Seal નો અમલ કરવામા આવેલ છે. હવેથી ગામ નમુના 6, 7/12 અને 8-અ ની નકલો કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે બેઠા પોતાના મોબાઇલ ફોનમા ઓનલાઇન મેળવી શકશે.જેના માટે Anyror Gujarat  2023 અને i-ORA પરથી ડાઉનલોડ કરી શકાશે.જમીનના ઉતારા કઈ રીતે ડાઉનલોડ કરવા તેની માહીતી સ્ટેપ બાય સ્ટેપસ નીચે મુજબ છે.
  • સૌપ્રથમ Google મા જઈને “Anyror”કે “i-ORA” ટાઇપ કરવાનુ રહેશે.
  • જેમા મહેસુલ વિભાગના AnyRoR (https://ayeke.gujarat.gov.in) i-ORA (https://kita.gujarat.gov.in) પર પાર્ટલ પર જાઓ
  • AnyRoR અથવા i-ORA પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ Digitally Singed RoR/ ડિજીટલ સાઇન્ડ ગામ નમુના નંબર પર કલીક કરો
  • તમારો મોબાઇલ નંબર દાખલ કરો
  • વેબસાઇટની પેજમા દેખાતા Captch Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમા દાખલ કરો.
  • જો Captch Code વાંચી શકાય તેમ ન હોય તો Refresh Code પર કલિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર દેખાશે
  • Captch Code  નાખ્યા બાદ Generate OTP પર કલીક કરો OTP જનરેટ કરવાથી તમારા દ્રારા દાખલ કરેલો મોબાઇલ નંબર પર વેરીફીકેશન કોડ આવશે.
  • મોબાઇલ નંબર પર આવેલા વેરીફીકેશન કોડ Texbook મા દાખલ કરીને login પર click કરો
લોગીન કર્યા બાદ પ્રોસેસ
  • login પર click કર્યા બાદ ડીજીટલી સાઇન્ડ ગમ નમુના મેળવવા માટેનુ ફોર્મ ઓપન થશે
  • ગામ નમુના નંમબર મેળવવા માટે તમારો જીલ્લો ,તાલુકો અને ગામ પસંદ કરવાનુ રહેશે.જેમા સર્વે નંબર/બ્લોક નંબર/ખાતા નંબર/નોધ નંબર પસંદ કરી Add Village From પર click કરો.
  • તમારે જરૂરી ગામ નમુના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર-8 મુજબ Add Village From પર click કરી યાદી તૈયાર કરો
  • ત્યારબાદ ગામ નમુના નંબર ની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી Procced For Payment પર click કરો
ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરવુ ?
  • Procced For Payment પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો Cancel Rquest  પર ક્લિક કરો.
  • જો તમારી માહીતી બરાબર હોય તો Pay Amount પર click કરી જરૂરી રકમની ચુકવણી કરો
Download Digitally Signed RoR
  • પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમુના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે.જેમા Download RoR પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમુના ડાઉનલોડ કરી શકાશે.
  • ડીજીટલ ગામ નમુના નંબર તમારા login મા 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.ત્યાર બાદ લોગીનમાથી રદ થશે.
  • Digital Gam Namuna Number મા ડીજીટલ સાઇન્ડ હોય છે અને તે રાજ્ય સરકાર દ્રારા માન્ય કરેલી નકલ છે.
  • ડીજીટલ ગામ નમુના નંબરમા દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઇ કરી શકશે.
  • ડીજીટલ ગામ નમુના નંબરમા સામેલ QR Code ની નીચે યુનિક નંબર https;//anyror.gujarat.gov.in/rorverify.aspx પર દાખલ કરીને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેની ચકાસણી કરી શકશે.

Leave a Comment