દેશનું પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેક્ટર થયું લોન્ચ, ખેડૂતો માટે જાદૂઈ વરદાન જેવું ગિયર વગરનું ટ્રેક્ટર

દેશનું પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેક્ટર થયું લોન્ચ:-Electric Tractor ભારતમાં દિવસેને દિવસે નવી ટેક્નોલોજી વિકસીત થઈ રહી છે. ઈલેક્ટ્રિક સ્કુટર અને કાર બાદ હવે ઈલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં આ ટ્રેક્ટર સોનાલીકા કંપનીએ આંતરરાષ્ટ્રીય ખેડૂત દિવસના અવસર પર ઈલેકટ્રિક ટ્રેકટર Tiger Electric લોન્ચ કર્યુ છે. આ ટ્રેક્ટરની કિંમત 5.99 લાખ રૂપિયા છે. કંપનીએ આ ટ્રેક્ટરનું નામ ટાઈગર ઈલેક્ટ્રિક રાખ્યું છે. આધુનિક ટેક્નોલોજીથી બનેલા આ ટ્રેક્ટરને યુરોપમાં ડિઝાઈન કરાયું અને તેનું નિર્માણ ભારતમાં થયું છે. આ એક એમીશન ફ્રી ટ્રેક્ટર છે, જે અવાજ નથી કરતું. ટ્રેકટર કંપની સોનાલિકાએ દમદાર ઇલેક્ટ્રિક મોટરથી લેસ આ ટ્રેક્ટરનો લુક પણ ઘણો શાનદાર છે. તેની કિંમત એક્સ શો રૂમમાં 5.99 લાખથી શરૂ થાય છે. બે ટન ટ્રોલી સાથે કામ કરતી વખતે 24.93 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ અને 8 કલાકનો બેટરી બેકઅપ આપે છે. નહીં કરે વધારે અવાજ આ ટ્રેકટરનું નિર્માણ ભલે ભારતમાં થયું હોય પણ તેને મોર્ડન ટેકનોલોજી સાથે યૂરોપમાં ડિઝાઇન કરાયું છે. કંપનીએ ઇલેક્ટ્રિક ટ્રેકટરને અવાજ વગર અને સારી ડ્રાઇવિંગ રેન્જના હેતુથી બજારમાં રજૂ કર્યુ છે. કંપનીએ તેમાં IP6 કંમ્પલાઇંટ 25.5 Kwhની ક્ષમતાની નેચરલ કૂલિંગ કોમ્પેક્ટ બેટરીનો ઉપયોગ કર્યો છે. ચાર્જ થવામાં લાગશે ઓછો સમય આ ટ્રેક્ટરમાં ડીઝલવાળા ટ્રેક્ટર્સના મુકાબલે એક ચતુર્થાંશ પણ ઓછો ખર્ચ થશે. ઘરેલુ સોકેટથી પણ ચાર્જ થઈ શકવાનો કંપનીએ દાવો કર્યો છે. આ ટ્રેક્ટરની બેટરી 10 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે. જેથી તમારે વારંવાર ડીઝલ ભરાવવાની માથાકૂટ પણ નહીં કરવી પડે. 8 કલાકનો બેટરી બેકઅપ આ ટ્રેકટર ખેડૂતો માટે ઘણું સુવિધાજનક સાબિત થશે. જે બે ટન ટ્રોલી સાથે કામ કરતી વખતે 24.93 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડની સાથે સાથે આશરે આઠ કલાકનો બેટરી બેકઅપ આપશે. કંપની તેમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી રહી છે. જેની સાથે ટાઇગર ઇલેકટ્રિકેને માત્ર ચાર કલાકમાં ચાર્જ કરી શકાશે.

નહીં કરે વધારે અવાજ

  • આ ટ્રેકટરનું નિર્માણ ભલે ભારતમાં થયું હોય પણ તેને મોર્ડન ટેકનોલોજી સાથે યૂરોપમાં ડિઝાઇન કરાયું છે. કંપનીએ ઇલેક્ટ્રિક ટ્રેકટરને અવાજ વગર અને સારી ડ્રાઇવિંગ રેન્જના હેતુથી બજારમાં રજૂ કર્યુ છે. કંપનીએ તેમાં IP6 કંમ્પલાઇંટ 25.5 Kwhની ક્ષમતાની નેચરલ કૂલિંગ કોમ્પેક્ટ બેટરીનો ઉપયોગ કર્યો છે.

ચાર્જ થવામાં લાગશે ઓછો સમય

  • આ ટ્રેક્ટરમાં ડીઝલવાળા ટ્રેક્ટર્સના મુકાબલે એક ચતુર્થાંશ પણ ઓછો ખર્ચ થશે. ઘરેલુ સોકેટથી પણ ચાર્જ થઈ શકવાનો કંપનીએ દાવો કર્યો છે. આ ટ્રેક્ટરની બેટરી 10 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જશે. જેથી તમારે વારંવાર ડીઝલ ભરાવવાની માથાકૂટ પણ નહીં કરવી પડે.

8 કલાકનો બેટરી બેકઅપ

  • આ ટ્રેકટર ખેડૂતો માટે ઘણું સુવિધાજનક સાબિત થશે. જે બે ટન ટ્રોલી સાથે કામ કરતી વખતે 24.93 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડની સાથે સાથે આશરે આઠ કલાકનો બેટરી બેકઅપ આપશે. કંપની તેમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી રહી છે. જેની સાથે ટાઇગર ઇલેકટ્રિકેને માત્ર ચાર કલાકમાં ચાર્જ કરી શકાશે

ઈલેક્ટ્રિક ટ્રેક્ટરની ખાસિયત

  • આ ટ્રેક્ટર પાછળ ખર્ચ બિલકુલ ઓછો થાય છે. આ ટ્રેક્ટરને એક વખત ફૂલ ચાર્જ કરવા માટે 20 યુનિટ વીજળી ખર્ચ થાય છે. જેની કિંમત લગભગ 100 રૂપિયા થાય છે. એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ આ ટ્રેક્ટર સરળતાથી 8 કલાક કામ કરી શકે છે.

Leave a Comment