ખેડૂતોની દિવાળી સુધરી,રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવને લઈને મોદી સરકારે કરી મોટી જાહેરાત

ખેડૂતોની દિવાળી સુધરી,રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવને લઈને મોદી સરકારે કરી મોટી જાહેરાત Rabi Crop MSP:-ખેડુતો માટે તો નવરાત્રી જાણે ખુશીઓની દિવાળી બની ગઈ છે.કેન્દ્ર સરકાર દ્રારા લોકો માટે જુદી જુદી યોજનાઓ લઈને આવતા હોય છે.તેમજ ખેડુતો માટે અવનવી યોજના સાથે લાવે છે.ખેડુતો વાવેલા પાક નો સારો ભાવ આપીને સરકાર દ્રારા ખરીદી કરાય છે.ત્યારે આ વખતે શિયાળુ વાવેતર પહેલા સરકાર દ્રારા ઘઉ ચણા મસુર,રાયડો તથા કસુમ્બીના ટેકાના ભાવ જાહેર કરાયા છે. અને આ વખતે સરકાર દ્રારા ખેડુતોને ગયા વર્ષ કરતા આ વર્ષ મા ટેકાના ભાવોમા ઘણો વધારો કરવામા આવ્યો છે. આવો જોઈએ વધુ માહીતી.

ધરતીપુત્રોના હિતને લઈને ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૨ થી ૭ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૫૦ પ્રતિ ક્વિ., ચણામાં રૂ. ૧૦૫ પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. ૨૦૦ પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરીw શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ ૨૦૨૩-૨૪માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. ૨૨૭૫ પ્રતિ ક્વિ., જવ માટે રૂ. ૧૮૫૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ., મસૂર માટે રૂ. ૬૪૨૫ પ્રતિ ક્વિ., રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. અને કસુમ્બી માટે રૂ. ૫૮૦૦ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. ૧૦૫ થી રૂ. ૪૨૫ પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ખેડૂતોને નોંધણી કરાવવા ઈ-સમૃધ્ધિ પોર્ટલ તા. ૨૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડૂતોએ કરેલી wરજૂઆતોને ધ્યાન લઇ ખેડૂતોના વ્યાપક હિતમાં નોંધણી પ્રક્રિયા આગામી તા. ૩૧ ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે, તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું.

ઘઉંની MSPમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો વધારો થયો છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.

સરસવની MSPમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો વધારો થયો છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 5450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.

જવની MSP પ્રતિ ક્વિન્ટલ રૂ. 115 વધી છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 1735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 1850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

ચણાની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 105નો વધારો થયો છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 5335 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 5440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

મસૂર દાળની MSP પ્રતિ ક્વિન્ટલ 425 રૂપિયા વધી છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 6425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

કુસુમ સૂરજમુખીની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 150નો વધારો થયો છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 5800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

MSP શું છે? – ખેડૂતોના ભલા માટે MSPની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર પાક માટે લઘુત્તમ કિંમત નક્કી કરે છે, તેને MSP કહેવામાં આવે છે. આ સિસ્ટમનો ફાયદો એ છે કે જો પાકના બજાર ભાવ ઘટે તો પણ કેન્દ્ર સરકાર આ MSP પર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે.

Leave a Comment