કાયમ મફતમાં લીંબુ જોઈએ તો આ ત્રણ રીતે ઘરે ઉગાડી શકશો, ફટાફટ ઉગી જશે છોડ

કાયમ મફતમાં લીંબુ જોઈએ તો આ ત્રણ રીતે ઘરે ઉગાડી શકશો, ફટાફટ ઉગી જશે છોડ:- linbu harvesting લીંબુનો ઉપયોગ લગભગ દરેક ઘરમા થતો હોય છે. પરંતુ ગરમીની સીઝનમા લીંબૂનો ઉપયોગ જયુસ માટે વધારે ઉપયોગ થાય છે. એટલા માટે મોટાભાગના લોકો ફ્રીજમા લીંબૂને સ્ટોર કરીને રાખતા હોય છે.પણ હાલ સમયમા વાત કરીએ તો ઘણી વાત કરીએતો ઘણી વાર બજારમા લીંબૂ મોંઘા મળ્વે છે.  ત્યારે આવા સમયે સૌ કોઈ તેને ખરીદી કરી શકતા નથી પણ જો તમે ઈચ્છો તો મફતમા લીબૂને વાપરી શકો છો.

આજે અમે આપને એક નહિં પણ ત્રણ રીતે લીબૂના છોડ ઉગાડવાની ખુબ જ સરળ રીતે બતાવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને આપ ઢગલાબંધ લીંબુ ઘરે મેળવી શકશો તો આવો આપણે જોઈએ આ લીંબૂને ઘરે ઉગાડવાની રીત વીશે

તમે લીંબૂને ઘર પર બિયારણની મદદથી પણ ઉગાડી શકો છો. લીંબૂના બિયારણ આપને સરળતાથી મળી જશે જેને આપ કુંડા, કંટેનર અથવા પ્લાસ્ટિકની બોટલ મા માટી ભરીને સરળતાથી લગાવી શકશો. જોકે  છોડના નિયમિત ગ્રોથ માટે યોગ્ય દેખરેખ રાખવી જરૂરી છે.

છોડ લગાવવા માટે આપ બિયારણ ઉપરાત લીંબૂની  છાલનો પણ ઉપયોગ કરી શકો છો. તે છોડ લગાવવા માટે સૌથી સસ્તી અને સરળ ટ્રીક છે. તેના માટે બસ આપને એક કુંડુ અને માટી ખરીદવાની જરૂર પડશે જો આપની પાસે કુંડા  અથવા માટી નથી તો આપ ઘર પર લાગેલા કોઈ અન્ય છોડમા લીંબુની છાલ લગાવી શકશો.

આ રીતોથી આપ છોડ લગાવ્યા બાદ આપ છોડનું કટિંગ અથવા પત્તાથી પણ છોડ લગાવી શકશો. તેના માટે બસ આપને એક છોડનું કટિંગ, કુંડા, માટી અને ખાતરની જરુર પડશે. તેને આપ સરળતાથી આપના ગાર્ડન અથવા બાલ્કનીમાં ઉગાડી શકશો. પણ છોડ લગાવ્યા બાદ આપે નિયમિત તેની દેખરેખ કરવી પડશે

સૌથી પહેલા તમારે કુંડુ લાવવું પડશે, ત્યાર બાદ તેમાં માટી નાખી 50 ટકા કોકોપીટ અને 50 ટકા વર્મીકમ્પોસ્ટ નાખવાનું રહેશે. હવે તેમાં છોડનું કટિંગ, બિયારણ અથવા છાલ લગાવી દો.

કટિંગ અથવા બિયારણ લગાવ્યા બાદ આપ આ છોડમાં પાણી નાખી દો. કારણ કે શરુઆતમાં માટી સુકી હોય છે. હવે આપનો છોડ તૈયાર છે, પણ એનો અર્થ એવો નથી કે, કાલે જ આપને લીંબૂ મળી જશે, તેના માટે પહેલા છોડનો ગ્રોથ થવા દેવો પડશે, તેમાં વધારે ટાઈમ લાગશે. તો તેના માટે રાહ જોવી પડશે.

Leave a Comment