બટાકાની વૈજ્ઞાનિક ખેતી

બટાકાની વૈજ્ઞાનિક ખેતી :- ગુજરાત રાજ્યની અંદર બટાકાનું વાવેતર વિસ્તાર છે ઘણા વિસ્તારમાં બટાકાનો પાક વધારે લેવાય છે ગુજરાતમાં એક બટાકા રોકડિયા પાક તરીકેનું વાવેતર કરવામાં આવે છે બટાકાનું વાવેતર ગુજરાતની અંદર અંદાજે એક લાખ એકવીસ હજાર એક્ટર વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવેલું હતું અને મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર બટાકાનું વાવેતર કરવામાં આવે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા ,અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર ની અંદર બટાકાનું વાવેતર ખૂબ જ મોટા પાયા થાય છે તેમજ મધ્ય ગુજરાતની અંદર આણંદ અને ખેડા વિસ્તારની અંદર બટાકાનું વાવેતર ખૂબ જ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે

બટાકાને કેવા પ્રકારની આબોહવા વધુ માફક આવે છે

  • બટાકાને ઠંડી અને સુકી આબોહવા વધારે માફક આવે છે અને વધુ સૂર્યપ્રકાશ વાળો સમય ગાળો તેમ જ નીચું ઉષ્ણતામાન એટલે કે ૧૮ થી ૨૨ ડિગ્રીનું તાપમાન હોય તે બટાકાના વાવેતર માટે આદર્શ સમયગાળો કહી શકાય છે

બટાકાનુ વાવેતર ક્યારે કરવું જોઈએ

  •  આપણે વાત કરીએ તો નવેમ્બરના બીજા પખવાડિયાની અંદર સામાન્ય રીતે બટાકાનું વાવેતર કરવામાં આવતું હોય છે એટલે કે 15 થી 30 નવેમ્બર ની વચ્ચે જ્યારે અંદરથી 20 ડિગ્રી સેન્ટીગ્રેડનું થાય રાત્રિ તાપમાન તો એ સમયે દરમિયાન બટાકાનું વાવેતર કરવું હિતાવ છે

બટાકાનુ વાવેતર કેવી કરવું જોઈએ

  • ત્રણ પધ્ધતિથી કરવામાં આવે છે એમાં એક છે લાઈન પધ્ધતિથી બીજી છે બે હાર પધ્ધતિથી અને ત્રીજી છે ચાર હાર પધ્ધતિથી હવે એક હાર એટલે અથવા તો પાળાની પધ્ધતિથી વાત કરીએ તો એમાં બે લાઈન વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તે 50 સેન્ટીમીટર રાખવામાં આવે છે અને બે છોડનું અંતર જે છે તે 15 થી 20 cm રાખવામાં આવે છે જ્યારે બે હાર પધ્ધતિથી અંદર તે બે લાઈન વચ્ચેનું અંતર 75 સેન્ટીમીટર રાખવામાં આવે છે અને બે છોડ વચ્ચેનું અંતર 15 થી 20 cm જ્યારે ચાર લાઈન પધ્ધતિની અંદર એટલે ચાર હાર પધ્ધતિની અંદર 150 cm બે લાઈન વચ્ચે અંતર રાખવામાં આવે છે અને 15 થી 20 cm બે છોડ વચ્ચેનું અંતર રાખવામાં આવે છે

પ્રતિ હેક્ટરે બટાકાનુ બિયારણ કેટલુ  જોઈએ

  • બટાકાના વાવેતર માટે સામાન્ય રીતે 2500 કિલોગ્રામથી 3000 કિલોગ્રામ પ્રતિ હેક્ટર એ બિયારણ ની જરૂરિયાત રહે છે પરંતુ જો બે હાર અથવા તો ચાર હાર પધ્ધતિની અંદર વાવેતર કરવામાં આવે તો તેની અંદર 3500 થી 4000 કિલોગ્રામ પ્રતિ સેક્ટર બિયારણ દરની જરૂરિયાત પડે છે અને સામાન્ય રીતે બટાકાને 25 થી 40 ગ્રામ એક બટાકાનો વજન હોય તો તેના ટુકડા અને બે થી ઓછામાં ઓછી બે થી ત્રણ આંખ એના ઉપર હોય તો તે ઉત્તમ બિયારણ તરીકે વાવેતર આપણે કરી શકીએ છીએ

બટાકાના પાકમાં છે તે ખાતર કેવી રીતે આપવું જોઈએ

  •  ખાતર ખૂબ જ અગત્યની વસ્તુ છે હવે તેની અંદર જમીન તૈયાર કરતી વખતે સામાન્ય રીતે અંદર છાણીયું ખાતર તેમજ એક ટન સારું કોહવાયેલું સેન્દ્રીય ખાતર અને સામાન્ય રીતે દિવેલીના ખોળનો વપરાશ કરવામાં આવે છે અને તેને જમીન ખેડ ના સમયે જમીનની અંદર સાટી અને વ્યવસ્થિત રીતે ભેળવી દેવામાં આવે છે

બટાકાના પાકને પાણી કેટલું અને કેવી રીતે આપવું જોઈએ

  • પાણી વિશેની વાત કરીએ બટાકાના કંદ જે છે એને સામાન્ય રીતે ભેજની જરૂરિયાત વધારે હોય છે અને ઉગાવો થાય બટાકાના વાવેતર બાદ જે પ્રથમ ઉગાવો નીકળે તો ત્યારબાદ બટાકાના પાકને તરત પિયત આપવામાં આવે છે ત્યારબાદ સીઝન અને પાકને તે જ પ્રમાણે અલગ અલગ સમયાંતરે બટાકામાં પિયત આપવામાં આવે છે નિકવાળા પધ્ધતિમાં જો વાવેતર કરવામાં આવેલું હોય તો તેમાં પાળા ની ઉપરનો ભાગ કોરો રહે તે પ્રમાણે આપવાની રહે છે તે ઉપરાંત જો ગોરાડું જમીનમાં હોય તો આઠથી દસ દિવસના અંતરે આઠથી દસ પિયત ની જરૂરિયાત રહે છે જ્યારે રેતાળ જમીનની અંદર વાવેતર કરવામાં આવેલું હોય તો તેમાં પીયત ની જરૂરિયાત વધારે રહે છે અને તેમાં 14 થી 15 પીયત આપવાની રહે છે

બટાકાના પાકને કાપણી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

  • બટાકાને 3 થી 4 મહિના ની અંદર તૈયાર થઈ જતો પાક છે અને સામાન્ય રીતે આપણે 15 ફેબ્રુઆરીથી લઈને માર્ચના પ્રથમ અઠવાડિયા સુધીમાં બટાકાની કાપણી કરવામાં આવે છે બટાકાનો અંદર એક કાપણીની પધ્ધતિ છે હવે બટાકાના જે પલરૂ કહેવાય છે જે પીળું થાય ત્યારબાદ તેમાં પિયત બંધ કરી દેવું જોઈએ સામાન્ય રીતે ૯૦ દિવસ બાદ પીળું થવાનું શરૂઆત કરે છે ત્યારબાદ 8 થી 10 દિવસ બાદ ખેતરમાંથી અને બટાકા બહાર કાઢવામાં આવે છે બટાકાને હળવા હળ અથવા તો ટ્રેક્ટર સાથે જે ડીગર હોય છે બરોબર એના દ્રારા બહાર કાઢવામાં આવે છે બટાકા બહાર કાઢતી વખતે તેમાં નુકસાન ના થયા અથવા તો કપાઈ ના જાય અથવા તો તે છોલાઈ ના જાય તેને ખાસ ધ્યાન રાખવામાં આવે છે બટાકા કાઢ્યા બાદ તેના ઉપર તેના નાના નાના ઢગલા કરી અને તેના ઉપર પાથરવામાં આવે છે જેથી દિવસ દરમિયાન જે સૂર્યપ્રકાશથી લાગતી ગરમી છે તે બટાકાને નુકસાન ના કરે અને બીજા દિવસે સવારે અથવા તો ઠંડા સમયે બટાકા ની અંદર એક ભેગા કરી અને ઝાડ નીચે ભેગા કરવામાં આવે છે અને ત્યાં એને શોર્ટિંગ કરવામાં આવે છે એટલે કે રોગ જીવાત વાળા જે બટાકા છે લીલા બટાકા છે તેને શોર્ટિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું ગ્રેડિંગ કરવામાં આવે છે આ સિવાય હાલમાં વિવિધ પ્રકારના શોટિંગ મશીન છે જે મિકેનિકલી હોય છે તેનો પણ વપરાશ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત થયેલો છે બટાકા છે એ માર્કેટની અંદર પહોંચતા હોય છે અને આપણે અગાઉ વાત કરી એમ દુનિયાભરમાં બટાકા એકાદ્યને પાક તરીકે સ્થાન મેળવેલું છે

Leave a Comment