મકાઇની ખેતી કેવી રીતે કરવી, જાણો સંપુર્ણ માહીતી

મકાઇની ખેતી:-makaini kheti શિયાળો મકાઈને પાક આમ જોઈએ તો ધાન્ય પાકોમાં ઘઉં અને ડાંગર પછી ત્રીજા નંબરનું સૌથી અગત્યનો પાક ગણવામાં આવે છે મકાઈની ખેતી આમ તો ત્રણેય સિઝનમાં એટલે કે ચોમાસુ શિયાળુ અને ઉનાળુ એમ ત્રણે ત્રણ ઋતુમાં થતો પાક છે અને ખેડૂતો પણ તે પ્રમાણે વાવણી કરતા હોય છે ચોમાસું મકાઈ કરતો ઉત્પાદન લગભગ બેથી અઢી ગણું જેટલું વધારે મળતું હોય છે કારણ કે તેમાં રોગ જીવાતું પ્રમાણ ઓછું હોય છે તેમજ નિયંત્રિત પરિસ્થિતિમાં એનો ઉગાવો કરવામાં આવતો હોવાથી એનું ઉત્પાદન ખૂબ જ સારું મેળવી શકાય છે શિયાળો મકાઈમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠાના થોડાક ભાગમાં એનું વાવેતર થાય છે દિવસે દિવસે અત્યારે હાલમાં છેલ્લા થોડાક વર્ષોથી લગભગ 90,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે અને દિવસે તેનું તેમો ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે શિયાળો મકાઈમાં આમ તો જોઈએ તો વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં થોડીક કાળજી રાખી અને જો ખેતી કરવામાં આવે તો ઉત્પાદન બે થી ત્રણ ગણું મળે છે બજારમાં પણ એની સારી ક્વોલિટી હોવાના કારણે સારા ભાવ મળે છે અને રોગ જીવાત પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતો હોવાથી ખેતી ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય છે

મકાઈની જાતની પસંદગી

મકાઈમાં ખાસ કરીને શંકર જાતોની પસંદગી કરવી જોઈએ જેથી કરીને વધારે ઉત્પાદન આપણે મેળવી શકીએ

મકાઇની ખેતી માટે જમીનની પસંદગી અને

જમીનની તૈયારી જમીનની પસંદગીમાં તો મધ્યમકારી ગોરાડું જમીન મકાઈના પાકને ખૂબ જ અનુકૂળ આવે છે જેથી તેવી સમતલ જમીન હોય તે પસંદ કરવી જોઈએ જમીનની તૈયારી કરવા માટે સારું એવું કોહવાયેલું 10 ટન જેટલું છાણિયું ખાતર હેક્ટરે જમીનમાં આપી અને ઉપર ખેડ કરી અને ભેળવી દેવું જોઈએ જો તમારી પાસે છાણીયુ ખાતર ના હોય તો તેની અવેજીનું ફળ અથવા તો લીંબોડીનું ખોળ પણ જમીનમાં 500 કિલો પ્રતિ ફેક્ટરી આપી જમીનમાં ભેળવી દેવાથી મકાઈનું સારું ઉત્પાદન મેળવી શકાય છે

મકાઇનું વાવેતર

નવેમ્બર માસ દરમિયાન મકાઈ શિયાળુ મકાનનું વાવેતર કરવામાં આવી તો વધુમાં વધુ અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે વાવણી કરવામાં ખાસ કરી જમીનની તૈયાર કરી બે ખેડ કરી અને મકાઈના ચાસ પાડી મકાઈની વાવણી 60 સેન્ટીમીટર બે હાર વચ્ચે અને 20 સેન્ટીમીટર બે છોડ વચ્ચે એટલે કે બે દાણા ને શાંતિ વખતે 20 cm નું અંતર જાળવી અને જો વાવણી કરવામાં આવે તો હેક્ટરે 20 કિલોગ્રામ જેટલા બિયારણ ની જરૂરિયાત રહે છે આ પ્રમાણે મકાઇની વાવણી બે પદ્ધતિથી કરવામાં આવતી હોય છે એ તો આપણે જે જમીન ખેડી અને તૈયાર કરી હોય તેમાં ચાસ પાડી રાસાયણિક ખાતર ઓળી ઉપર મકાઈ ખાણી અને પિયત આપી અને ઉગાવો કરી શકાય છે બીજી પદ્ધતિમાં પહેલા કાળી જમીનને પાણીથી આપણે ઓળવણ કરી અને પછી વડાપ થાય ત્યારે ખેડ કરી અને એમાં ચાસ પાડી પાયાનું ખાતર ઓળી અને પછી મકાઈના દાણા અથાણી અને ઉગાવો કરી શકાય છે આ પ્રમાણે મકાનની વાવણી કરવામાં આવે તો હેક્ટરે ૨૦ કિલોગ્રામ પ્રમાણેનું બિયારણ નો વપરાશ થતો હોય છે

મકાઈના પાકની સિંચાઈ કેવી રીતે કરવી

મકાઈનો પાક વધુ પાણી સહન કરી શકતો નથી અને શિયાળાની ઋતુમાં મકાઈના પાક માટે સિંચાઈની જરૂર થોડી પડતી હોય ચે.. પાકને જરૂર પડે ત્યારે જ પિયત આપવું જોઈએ. તેના પાકમાં પ્રથમ સિંચાઈ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે પાણી પટ્ટાઓ ઉપરથી વહેવું જોઈએ નહીં, કારણ કે નાના છોડ વધુ પાણીને લીધે વધતા નથી. સામાન્ય રીતે નાળાઓની ઉંચાઈના બે તૃતિયાંશ ભાગ સુધીની સિંચાઈ ફાયદાકારક માનવામાં આવે છે. અને જરૂરીયાત મુજબ મકાઈના પાકને માફક આવે તે રીતે પીયત આપવુ જોઈએ

મકાઈના પાકમાં નીંદણ નિયંત્રણ

મકાઈના ખરીફ પાકમાં નીંદણની સમસ્યા વધુ હોય છે, જેથી પાકમાં નીંદણના વધુ પડતા પ્રકોપના કારણે તેનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે મકાઈના પાકમાં નીંદણને કારણે ઉપજમાં 40 થી 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. છે. તેથી, નીંદણને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી હોય છે, તેથી પ્રથમ 45 દિવસ સુધી મકાઈના ખેતરમાંથી નીંદણ દૂર કરવું જોઈએ. મકાઈના પાક માટે 2 થી 3 નિંદામણ પર્યાપ્ત છે.

મકાઈની લણણી

મકાઈના પાકની કાપણી તે સમયે કરવી જોઈએ જ્યારે કોબ ઉપરના પાંદડા સુકાઈ જાય અથવા પીળા પડવા લાગે અને દાણા સખત થઈ જાય. આ સમયે અનાજમાં 20 થી 30 ટકા જેટલી ભેજ હોય ​​છે.લણણી પછી મકાઈને એક અઠવાડિયા સુધી તડકામાં સૂકવી જોઈએ. તે પછી અનાજને ભુટ્ટોથી અલગ કરવું જોઈએ. બજારમાં થ્રેસીંગ મશીન ઉપલબ્ધ છે, જેની મદદથી ખેડૂતો ખૂબ જ ઓછા સમયમાં કોબમાંથી મકાઇને અલગ કરી શકે છે. સંગ્રહ કરતા પહેલા મકાઈને તડકામાં યોગ્ય રીતે સૂકવી જરૂરી છે..

મકાઈનુ ઉત્પાદન

મકાઈની ઉપજ મકાઈની વિવિધતા, ખેતરની જમીનની ફળદ્રુપતા અને તેની કેવી કાળજી લેવામાં આવી છે તેના પર આધાર રાખે છે.સામાન્ય રીતે તેની ઉપજ પ્રતિ હેક્ટર 40 થી 80 ક્વિન્ટલ જેટલી હોય છે.તેની ઉપજ સંપૂર્ણપણે તેના પર નિર્ભર છે. તેની વિવિધતા આધાર રાખે છે.

નોધ:-(અહી આપવામા આવેલ ખેતીની લગતી જાણકારી ફક્ત સામાન્ય માહીતી રજુ કરે છે કોઈ પણ રોકાણ કરતા પહેલા આપણી વિવેક બુધ્ધીનો ઉપયોગ ચોક્કસ કરો)

Leave a Comment