તમારા ગાય-ભેસને આ ચારો ખવડાવો દુધ ભરવા સાધનો ખુટશે એટલો દુધ આપશે:-pashupalan જો તમે દૂધાળા પશુનો બિઝનેસ કરવા માગો છો અથવા તો દૂધાળા પશુઓ પાળ્યા છે તો આ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. આ ચારો ખવડાવશો તો દૂધનું ઉત્પાદન વધશે સાથે સાથે પશુનું આરોગ્ય પણ વધુ સારું થશે. સારી એવી કમાણી કરી શકશો.
ડેરી ફાર્મ અને પશુપાલન સારી કમાણી કરાવી આપતો વ્યવસાય છે. ડેરી ફાર્મ અને પશુપાલન એ એવો બીઝનેશ છે તે સાઈડ બીઝનેશ તરીકે કરી શકાય છે. પશુપાલનમાં પશુઓના સ્વાસ્થ્યની જાળવણી એક મહત્વનું પાસું છે. જો પશુનુ સ્વાસ્થય સારૂ હશે તો તેના દુધમા ઉત્પાદન ક્ષમતા વધશે જેની પાછળ પશુ આહાર મહત્વનો ભાગ ભજવે છે. ડેરી ઉત્પાદકો અને પશુપાલકો માટે સૌથી મહત્વની બાબત પશુઓ માટે ઘાસચારાની સગવડ કરવી છે. ત્યારે રવિ પાક દરમિયાન તમે ઘણા પ્રકારના ઘાસચારાની સગવડ કરી શકો છો. જેનાથી પશુઓને પોષણ પણ મળશે અને સારું દૂધ ઉત્પાદન પણ મળશે. પશુઓ માટે સ્વસ્થ આહારમાં પરાળ, લીલું ઘાસ, સૂકું ઘાસ અને પશુઓને આપવામાં આવતા વિશેષ આહારનો સમાવેશ થાય છે. ત્યારે પશુપાલકોએ આ પ્રકારના ઘાસચારાનો પ્રબંધ અગાઉથી કરી રાખવો મહત્વનો બની જાય છે.
યોગ્ય આહાર આપવાથી પશુઓને પોષણ મળી રહે છે. સાથે જ દૂધ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે પશુઓને આપવામ આવતા આહાર વિશે જાણીશું.
પરાળ: સામાન્ય રીતે પરાળ ઉત્તર ભારતના ખેડૂતો માટેન મોટી સમસ્યા છે. શિયાળુ સીઝન બાદ ખેડૂતો તેમના ખેતરોને સાફ કરવા માટે પરાળ સળગાવે છે. અને તે પરાળ સળગાવવાથી હવાનુ પ્રદુષણમા વાધારો થાય છે જેથી ખેડૂતો તેનો સદઉપયોગ કરી પશુપાલકો પરાળમાં મકાઈ અને લીલું ઘાસ મિક્સ કરીને તેને પશુઓના આહાર તરીકે સંગ્રહ કરી શકે છે. તેનાથી ખેડૂતોની પરાળની સમસ્યા દૂર થવાની સાથે પશુઓ માટે ઘાસચારાની સમસ્યા પણ દૂર થશે.
લીલા ઘાસનો સૂકો ચારો: શિયાળો શરુ થતાં જ પશુપાલકો લીલા ઘાસને સૂકવીને તેને પશુઓ માટે આહાર તરીકે તૈયાર કરી દે છે. જે શિયાળામાં પશુઓને ખવડાવવામાં કામ લાગે છે. આ ઉપરાંત ઘણા બધા પશુપાલકો તેને લીલા ઘાસ સાથે મિક્સ કરીને પણ પશુઓને ખવડાવી શકે છે.
પશુઓ માટે વિશેષ આહાર: શિયાળામાં પશુઓને ઘાસમાં દાણાનું મિશ્રણ વધુ માત્રામાં આપવું જોઈએ. પશુઓ માટે સારી ગુણવત્તાવાળું સૂકું ઘાસ, બાજરીનું ઘાસ, રજકો, સેવણ ઘાસ, ઘઉંનું ભૂંસુ અને ઓટનું મિશ્રણ પશુઓને ખવડાવી શકાય છે. આ ખોરાક આપવાથી દૂધ ઉત્પાદન ક્ષમતા વધી શકે છે. આ થોડા સમય બાદ લીલું ઘાસ આપવું જોઈએ, જેમાં સરસવની ચરી, લોબિયા, રાજકા કે બરસીમનો સમાવેશ થાય છે.
તેની સાથે ઘઉંનો ભરડો,ચણા,ખલ,ગવાર,કપાસિયાને એક રાત પાણીમાં પલાળી રાખ્યા બાદ તેને સવારે પાણીમાં ઉકાળો અને થોડું ઠંડુ કર્યા પછી પશુઓને ખવડાવી શકો છો.
નોધ:-(અહી આપવામા આવેલ ખેતીની લગતી જાણકારી ફક્ત સામાન્ય માહીતી રજુ કરે છે કોઈ પણ રોકાણ કરતા પહેલા આપણી વિવેક બુધ્ધીનો ઉપયોગ ચોક્કસ કરો)