ધાણાની ખેતી કરવાની પદ્ધતિ ધાણાની ખેતી ધાણાનુ બિયારણ ધાણા ઉગાડવાની રીત

ધાણાની ખેતી કરવાની પદ્ધતિ ધાણાની ખેતી ધાણાનુ બિયારણ ધાણા ઉગાડવાની રીત :- dhanani kheti ધાણાનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ કોરિએન્ડ્રમ સેટીવમ છે. ભારતમાં તેની ખેતી મુખ્યત્વે તેના લીલા પાંદડા માટે કરવામાં આવે છે. ધાણાના પાનનો ઉપયોગ ચટણી, કરી, સૂપ, ચટણીમાં અને મસાલા તરીકે થાય છે. આ સિવાય આયુર્વેદમાં પણ કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગુણોના કારણે ખેડૂતો માટે ખેતી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધાણાનો પાવડર કરી અને વઘારમાં કે મસાલા તરીકે પણ વપરાય છે ધાણા એ ટૂંકા ગાળાનો અને શિયાળુ પાક હોવાથી રોકડિયા પાક તરીકે ઘણું બધું મહત્વ અને ઘણા બધા વિસ્તારમાં વાવેતર થાય છે અને જમીનની અનુકૂળતા ની વાત કરીએ તો આને દરેક પ્રકારની જમીન કે મધ્યમ કાળી ગોરાડું અને સારી નિતારવાળી જમીન અને વધુ અનુકૂળ આવે છે

 ધાણાના ખાતરની વાત કરીએ

આપણે શિયાળુ પાક મગફળી મેજોરીટી કાઢી અને ધાણા વાવતા હોય ત્યારે ખાતરમાં છાણીયુ ખાતર વધારે પ્રમાણમા નાખવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે.

ધાણાના બીયારણની જાતો

ગુજરાત ધાણા બે જે ગુજરાત યુનિવર્સિટીની સંશોધન કરેલી જાત છે અને આખા ઇન્ડિયામાં આ ગુજરાત થાણા બેનું વાવેતર થાય છે બીજું જે વાત કરીએ કે ગુજરાત ધાણા ત્રણ એટલે કે આપણે ધાણી તરીકે જે ઓળખીએ છીએ કે એનું એમાં જે લીલા નામનું જે ટ્રીટમેન્ટ સુગંધિત દ્રવ્યો તરીકે જે કામ કરે છે એ ધારણા કરતા 8% વધુ છે લીનાનું એટલે ધાણીની માર્કેટ બજાર અને માર્કેટ ભાવ સારા હોય છે પણ અગત્યનું એ છે કે ધાણા જે છે કે ઈ જેટલો એનો કલર લીલો આવે એટલું મહત્વનું છે એટલે લીલો કલર લાવવા માટે પણ આમાં ખેડૂતોએ હાર્વેસ્ટિંગ એટલે કે કાપણી કર્યા પછીની ઘણી બધી કાળજી રાખવી પડે છે કે દાણા કાપી લીધા પછી કે વ્યવસ્થિત પૂરા કરી અને ઉંધા રાખી અને સુકવવા પછી ધાણા થ્રેસર માંથી કાઢ્યા પછી જે ધાણાના જે દાણા છે એ છાયડે સુકવવાનો આગ્રહ રાખવો એટલે એનો જો લીલા કલરમાંથી પીળો કલર અથવા કલરલેસ થાશે તો એની કોઈ માર્કેટ વેલ્યુ છે નહીં અને જેટલી સુગંધ આવશે એટલું જ એમાં મહત્વનું છે બિયારણના દરની વાત કરીએ તો વિસ્તાર પ્રમાણે એક એકરે આઠ થી 12 કિલો સુધીનું બિયારણ વપરાય છે જો વહેલું વાવેતર કરવામાં આવે તો તો ધાણા એકરે 10 કિલો થી 12 કિલો જવું જોઈએ અને જેમ મોડુ વાવેતર કરવામાં આવે તો એકરે 8 થી 10 કિલો જોઈએ હવે ધાણા જે છે એ અગત્યનો ભાગ કઈ રીતે છે કે લીલા પણ વેચાય છે અને સૂકા પણ પકવવામાં ચાલે છે

ધાણાની ખેતી માટે સિંચાઈ

વાવણીના 3 દિવસ પછી પ્રથમ પિયત આપવું. આ પછી, જમીનમાં ઉપલબ્ધ ભેજને આધારે, 10 થી 15 દિવસના અંતરે પિયત આપવું.

ધાણાની ખેતી માટે લણણી અને ઉપજ

વિવિધતા અને વધતી મોસમના આધારે પાક સામાન્ય રીતે લગભગ 90 થી 110 દિવસમાં લણણી માટે તૈયાર થાય છે. ફળો સંપૂર્ણ પાકે અને લીલાથી ભૂરા થઈ જાય પછી લણણીને ધ્યાનમાં લેવી જોઈએ. લણણીની પ્રક્રિયામાં છોડને કાપી અથવા ખેંચવામાં આવે છે. આ સાથે ખેતરમાં નાના-નાના ઢગલા કરી નાખવામાં આવે છે, જેથી તેને લાકડીઓ અથવા હાથ વડે ઘસી શકાય.તથા થ્રેસરમા કાઢી શકાય છે.

Leave a Comment