Diwali 2023 Date: આ વર્ષે ક્યારે આવશે દિવાળી ? જાણો લક્ષ્મી પુજનનુ શ્રેષ્ઠ મુહૂર્ત

Diwali 2023 Date: આ વર્ષે ક્યારે આવશે દિવાળી ? જાણો લક્ષ્મી પુજનનુ શ્રેષ્ઠ મુહૂર્ત:-દિવાળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. હિન્દુઓનો સૌથી પવિત્ર તહેવાર દિવાળી હવે નજીક આવી રહ્યો છે. આ તહેવાર અગાઉ દરમ્યાન લોકો પોતાના ઘરોમા સફાઇ કરતા હોય છે.ઘણા લોકો આ તહેવાર દરમ્યાન પોતાના નવા ધંધાઓ ચાલુ કરતા હોય છે. હિન્દુઓ આ તહેવારની રાહ સમગ્ર વર્ષ દરમિયાન જોતા હોય છે. દિવાળીના તહેવાર દરમ્યાન પોતાના ઘરોમા દીવડાઓ પ્રગાવટા હોય છે. પ્રકાશના પર્વ તરીકે ઓળખાતો દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ સુધી ચાલુ રહે છે. હિંદુ ધર્મમાં દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે આસો અમાવસ્યાના દિવસે માતા લક્ષ્મી પોતે રાત્રે પૃથ્વી પર આવે છે અને ઘરે-ઘરે ફરે છે. આ જ કારણ છે કે દિવાળીના દિવસે ઘરો અને આંગણાઓ ચારે બાજુ દીવાઓ પ્રગટાવીને ઝળહળી ઉઠે છે.વર્ષ 2023માં દિવાળીનો તહેવાર 12 નવેમ્બરે ઉજવાશે. ચાલો જાણીએ દિવાળીનો શુભ સમય, લક્ષ્મી-ચોપડા પૂજાનો સમય.

દિવાળી 2023 મુહૂર્ત
પંચાંગ અનુસાર, આસો અમાવસ્યા તિથિ 12 નવેમ્બર 2023 ના રોજ બપોરે 02:44 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 13 નવેમ્બર 2023 ના રોજ બપોરે 02:56 વાગ્યે સમાપ્ત થશે. દિવાળીના દિવસે, પ્રદોષકાળ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, તેથી મહાલક્ષ્મીની પૂજા કરવાનો સમય 12 નવેમ્બરે ઉપલબ્ધ છે.

લક્ષ્મી પૂજા મુહૂર્ત : 17:40:57 to 19:36:50

અવધિ: 1 કલાક 55 મિનિટ

પ્રદોષ કાલ :17:29 થી:07:41 

ગુરુ કાલ :17:40:57 થી 19:36:50

દિવાળી મહાનિશિતા કાલ મુહૂર્ત

લક્ષ્મી પૂજા મુહૂર્ત : 23:39:02 to 24:31:52

સમયગાળો :0 કલાક 52 મિનિટ

દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીના આ ચિત્રની પૂજા કરવી

લક્ષ્મી પૂજનની રીત (દિવાળી લક્ષ્મી પૂજન)

દિવાળી પૂજા વિધિ –  diwali ki puja vidhi 

દિવાળી Diwali ની પૂજા દરમિયાન સર્વપ્રથમ એક બાજટ લો અને સફેદ વસ્ત્ર બાજટ પર પાથરી લો. હવે ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને સરસ્વતીની પ્રતિમા અથવા તસ્વીર તે બાજટ પર વિરાજીત કરો. 

 ત્યારબાદ જળપાત્ર માંથી થોડુ જળ લઈને તેને નિમ્ન મંત્રનો જાપ કરતા પ્રતિમા ઉપર છાંટી દો. ત્યારબાદ પૂજા સ્થાન અને પોતાની ઉપર છાંટો. પાણી છાંટીને ખુદને પવિત્ર કરો. 

દિવાળી પૂજા મંત્ર – diwali puja mantra

ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा। य: स्मरेत् पुण्डरीकाक्षं स: वाह्याभंतर: शुचि:।।

ત્યારબાદ પૃથ્વી માતાને પ્રણામ કરતા નિમ્ન મંત્ર બોલો અને તેમની પાસે તમારી ભૂલો માટે ક્ષમા માંગો. 

पृथ्विति मंत्रस्य मेरुपृष्ठः ग ऋषिः सुतलं छन्दः कूर्मोदेवता आसने विनियोगः॥

દિવાળી Diwali ધ્યાન અને સંકલ્પ વિધિ 

પૂજા દરમિયાન તમારુ મન અને ચિત્ત શાંત રાખો અને સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાનનુ ધ્યાન કરો. ત્યારબાદ હાથમાં જળ લઈને સંકલ્પ કરો સાથે જ ફુલ અને ચોખા પણ હાથમાં લો. ત્યારબાદ ધ્યાન કરતા આવો સંકલ્પ લો – હુ તમારુ નામ, તમારુ સ્થાન, સમય માતા લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવા જઈ રહ્યો છુ. જેનુ મને શાસ્ત્રોકત ફળ પ્રાપ્ત થાય. 

ત્યારબાદ સૌ પહેલા ભગવાન ગણેશજી અને ગૌરી પૂજન કરો. ત્યારબાદ કળશ પૂજન કરો પછી નવગ્રહોનુ પૂજન કરો. હાથમાં ચોખા અને પુષ્પ લઈ લો અને નવગ્રહ સ્ત્રોત બોલો. 

ત્યાર બાદ બધા દેવી દેવતાઓને લાલ દોરો અર્પણ કરો અને ખુદના હાથ પર પણ બાંધી લો. હવે બધા દેવી દેવતાઓને તિલક લગાવીને ખુદ પણ તિલક લગાવો. ત્યારબાદ મહાલક્ષ્મીની પૂજા આરંભ કરો. 

દિવાળી Diwali માં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીસૂક્ત, કનકધારા અને લક્ષ્મી સૂક્તનો પાઠ કરો. 

સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા કરો ત્યારબાદ દેવી લક્ષ્મીની આરતી કરો. તેમની સમક્ષ 7, 11 અથવા 21 દિવા પ્રગટાવો અને માતાને શ્રૃંગાર અર્પિત કરો.  શ્રી સૂક્ત, લક્ષ્મી સૂક્ત અને કનકધારાનો પાઠ કરો. તમારી પૂજા પૂર્ણ થશે. છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે.

Leave a Comment