લીલા ધાણા ઘરે કુંડામાં ઉગાડો,આખો શિયાળો મફતમાં મળશે ધાણા, Ghare ugado dhana

લીલા ધાણા ઘરે કુંડામાં ઉગાડો,આખો શિયાળો મફતમાં મળશે ધાણા, Ghare ugado dhana:-ધાણાનો ઉપયોગ સામાન્ય રીતે મોટા ભાગના ગુજરાતી ઘરમાં બારે માસ રસોઈમાં થાય છે.ધાણા વિના દાળ-શાક અધૂરા છે.વળી કોથમીરની ચટણી ખાવાની અલગ મજા હોય છે.ધાણાના પાનનો ઉપયોગ ચટણી, કરી, સૂપ, ચટણીમાં અને મસાલા તરીકે થાય છે. આ સિવાય આયુર્વેદમાં પણ કોથમીરનો ઉપયોગ કરવામાં આવે છે. ધાણા(Ghare ugado dhana)નો પાવડર કરી અને વઘારમાં કે મસાલા તરીકે પણ વપરાય છે જો તમારા ઘરમાં વધારે વપરાશ હોય તો તમે ધાણા કુંડામાં ઉગાડી શકો છો.

ધાણા કુંડામાં ઉગાડવા સાવ સહેલા છે. તે ખુબ જલ્દી ઉગી જાય છે  અને તેને તમે કાપતા રહેશો તેમ તે વધતા રહેશે.આવી રીતે તમે ધાણા ઉગાડવાથી અનેક ફાયદાઓ છે દરરોજ માટે તમને મફતમાં ધાણા મળી રહેશે.

કેવી રીતે ઉગાડશો ધાણા ?

ધાણા(Ghare ugado dhana) ઉગાડવા માટે થોડી મોટી સાઈઝનુ કુંડુ પસંદ કરો જેનાથી તમણે વધારે ધાણા મળી રહેશે.આ કુંડામાં તમે સારી માટી ભરો.તે કુંડુ તમારી અગાસી કે ગેલેરીમાં રાખો જેથી થોડો ઘણો સૂર્ય પ્રકાશ મળી રહે.પછી સારી ગુણવતા વાળા ધાણાનાં બીજની ખરીદી કરો.ધાણાનાં બીજને બે હથેળી વચ્ચે હળવા હાથે મસળી નાખો.આમ કરવાથી ધાણાના બીજની બે ફાળ થઇ જશે.

આ ધાણા બીજને કુંડામાં રોપ્યા પછી,તેની ઉપર માટીનો હલકો સ્તર મુકો અને બીજાને માટીથી સારી રીતે ઢાંકી દો,તે પછી તેમના પર પાણીનો છંટકાવ કરો.જો તમે ઈચ્છો તો કુંડામાં માતીની સાથે ખાત અથવા ગાયનું છાણ પણ ઉમેરી શકો છો, આમ કરવાથી ધાણા છોડનો વિકાસ ઝડપી થવા લાગશે તમારે ધ્યાન રાખવું જોઈએ કે કુંડામાં વધારે પડતું પાણી આપવું ન જોઈએ પરતું કુંડામાં થોડો ભેજ રહે તે રીતે પાણી આપવું જોઈએ. જેથી અઠવાડીયાની અંદર ધાણા ઉગી જશે.પછી થોડા દિવસમાં ધાણા મોટા થયા પછી તમે તમારી રસોઈમાં તેના પાંદડા નો ઉપયોગ કરી શકો છો.આવી રીતે દરરોજ ઘરે ધાણા મફતમાં મેળવી શકશો

This image has an empty alt attribute; its file name is 20231113_175143-1024x683.jpg
હોમપેજ પર જવા માટે અહિયાં કલીક કરો
વોટ્સએપમાં જોડાવવા માટેઅહિયાં કલીક કરો

Leave a Comment