Kharek Farming|ખારેકની ખેતી|ખારેકની સફળ ખેતી પધ્ધતિ|આવી રીતે કરો ખારેકની ખેતી કમાશો લાખો રૂપિયા

Kharek Farming|ખારેકની ખેતી|ખારેકની સફળ ખેતી પધ્ધતિ|આવી રીતે કરો ખારેકની ખેતી કમાશો લાખો રૂપિયા:-ખારેક કચ્છનું કલ્પવૃક્ષ છે અને દેશ તથા દુનિયામાં જાણીતું ફુટ છે. ખારેકની વાવણી કોઇપણ પ્રકારની જમીન અને પાણીમાં થઇ શકે છે. એક વખત વાવણી કર્યા પછી એકાદ પેઢી સુધી તેમાંથી આવક મળી રહે છે. (અંદાજીત ૬૦ વર્ષ સુધી ઉત્પાદન લઇ શકીએ છીએ)

ખારેકની જાત

ખારેકમાં એક સરખું અને વધુ ઉત્પાદન મેળવવા માટે ટીસ્યુકલ્ચર પધ્ધતિથી તૈયાર કરેલ ખારેકના રોપાને જ વાવવા જોઈએ. ખારેકમાં બે પ્રકારની જાતોના ટીસ્યુ મળે છે. (૧) બરાહી જાત (ઇઝરાયલી) આયાતી ખારેક આ જાતનું મુળ નામ બરાહી રોપા છે અને તેનુ મૂળ વતન ઇરાક છે. ઇઝરાયેલ તજજ્ઞો મારફતે આ ખારેક પ્રોજેકટ લાવવાની શરૂઆત થઇ હોઈ લોકો તેને ઇઝરાયલી ખારેક તરીકે ઓળખે છે. (૨) કચ્છ(ગુજરાત)ની સ્થાનિક લાલ જાતોના ટીસ્યુ કલ્ચર રોપા, આમાં કચ્છની સારી ખારેકના ઝાડનું સર્વે કરી તેમાંથી પીલા લઇ તેનું લેબોરેટરીમાં ટીસ્યુકલ્ચર પધ્ધતિથી બનાવેલા રોપાની વાવણી કરવી.

ખારેકની ખેતી માટે જમીનની તૈયારી

ગુજરાતની તમામ પ્રકારની જમીનમાં ખારેક થઇ શકે છે. પણ જયાં પાણી ભરાઈ રહેતું હોય તેવી ડાંગરની કયારીમાં કે સમુદ્ર કિનારાની મીઠું પાકતી જમીનો સિવાયની તમામ જમીનમાં જયાં પિયત માટે પાણીની સગવડ હોય ત્યાં ખારેકની વાવણી થઇ શકે છે. જમીનને ખેડીને તેને લેવલ કરી તેમાં ૯ × ૯ મીટરના અંતરે નિશાન કરી તેમાંથી ૩×3× ૩ ફુટના ઉંડા ખાડા કરી તેને તપાવીને તેમાં છાણીયુ ખાતર, સેન્દ્રિય ખાતર અને ઉધઈ નિયંત્રક નાખી ખાડામાં પાછી માટી ભરી દઈ તેમાં પાણી આપી બીજા કે ત્રીજા દિવસે ફરીથી ખાડાની વચ્ચે રોપો આવે તે રીતે વાવણી કરવી. ખારેકની વાવણી બાદ ડ્રીપથી પાણી આપવુ ખુબ જ અનુકુળ અને હિતાવહ છે. જેથી ખારેકની શરૂઆતમાં આવતા મૃત્યુદર નિવારી શકાય છે અને જરૂરી પોષક તત્વો ડ્રીપ દ્વારા આપીને ઝાડનો ઝડપથી વિકાસ કરી શકાય છે.

ખારેકની ખેતી વાવણી અંતર અને આંતરપાક :

ખારેકની વાવણી ૯ × ૯ મીટરે થતી હોય ખેડૂતમિત્રોને વચ્ચેની જમીન ફાઝલ દેખાય છે અને તેના કારણે ઘણીવાર ખેડૂતો ૯ × ૯ મીટરને બદલે ૮ × ૮ મીટર કે તેનાથી ઓછુ અંતર રાખી પરેશાન થાય છે પણ વાવણી ૯ × ૯ મીટરે કરી તેમાં આંતર પાક તરીકે કપાસ, દિવેળા, ગુવાર વગેરે શરૂઆતના એકથી ત્રણ વર્ષ સુધી લઇ તેમાંથી પૂરક આવક મેળવી શકાય છે. જેથી શરૂઆતનો કરેલ ખર્ચમાં રાહત રહે છે. પાણીની ગુણવત્તા સારી હોય તો મગફળી, પપૈયા અને કેળા પણ લઇ શકાય છે. ખારેકના રોપાને વાવણી બાદ ૧૫થી ૨૦ દિવસ બાદ ૧૯-૧૯-૧૯, ૧૨-૬૧-૦, ૦-૫૪-૩૪ પાણીમાં દ્રાવ્ય ખાતરને સ્પ્રે પંપ અથવા ટ્રીપ ઇરીગેશન થી ઝાડમાં આપી શકાય છે.

ખારેકની પિયતની વ્યવસ્થા:

ખારેકના રોપાને વાવણી બાદ રોજનું ડ્રીપ પધ્ધતિથી ૧૫થી ૨૦ લીટર પાણી આપવું જોઇએ. ઉનાળાની સિઝન હોય તો એકાંતરે દિવસે ૩૦ લીટર પાણી આપો. શરૂઆતના છ માસ પછી રોજનું ૩૦ લીટર પાણી આપો અને પુખ્ત ઝાડને ફળ આવવાના સમયમાં રોજનું ૧૦૦થી ૧૫૦ લીટર આપો. શિયાળા અને ચોમાસામાં ભેજની જરૂરીયાત મુજબ પાણી આપો.

ખારેકની ખેતી માટે પાક સંરક્ષણ :

ખારેકમાં મોટા કોઈ એવા રોગ કે જીવાત આવતા નથી. પામવીવીલ (મુંઢો) અને ગેંડાકિટક આ બે જીવાતનો ઉપદ્રવ આપને ત્યાં જોવા મળેલ છે. જેનું સમયસર નિયંત્રણના પગલાં લેવાથી નુકસાન થતું અટકાવી શકાય છે.

ખારેકનું ઉત્પાદન:

ખારેકમાં વાવણી બાદ ત્રણ-ચાર વર્ષ પછી માદા ઝાડમાં ફૂલ આવે છે. આ ફૂલ પર નર ઝાડના ફુલની પરાગનો છંટકાવ કરવાથી ફળ બંધાય છે અને આ ફળ વેચાણ લાયક અને ખાવા લાયક બને છે. બાકી ફળ ખાવા લાયક જણાતા નથી જેથી ફલીનીકરણ કરવું ખૂબ જ જરૂરી છે. ખારેકના છોડને વાવણી બાદ ત્રીજા કે ચોથા વર્ષે ઉત્પાદન શરૂ થઇ જાય છે. ૩૦ કિલોથી શરૂ થઈ પુખ્ત ઉંમરનું ઝાડ ૨૦૦થી રપ૦ કિલો ઉત્પાદન આપે છે.

Leave a Comment