પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 । Pradhan Mantri Kisan Nidhi Yojana In Gujarati । PM Kisan Yojana 2023:-કેન્દ્ર સરકાર અને રાજય કરકાર દ્રારા ખેડૂતો માટે ઘણા બધા પ્રરકારની યોજનાઓ ચાલે છે. જેમ કે કિસાન માન ધન યોજના , ખેડૂત પેનશન યોજના વગેરે .ગુજરાત સરકાર દ્રારા ખેડૂતોને અલગ અલગ યોજનાના લાભ આપવા માટે ikhedut Portal બનાવેલ છે.જેમાં ઘણી બધી ગુજરાત સરકારની યોજનાઓ ઓનલાઇન મુકવામાં આવે છે, આવી યોજનામા આપણે Pradhan Mantri Kisan Nidhi Yojana In Gujarati વિશે વિગતવાર માહીતી મેળવીશું
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના ખેડૂતો માટે અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના દ્રારા આર્થિક રીતે નબળા ખેડૂતોને આર્થિક સાહય પૂરી પાડવામાં આવે છે આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતોને લાભ આપવામાં આવે છે.આ યોજનાના લાભથી ખેડૂત ભાઈઓ ખેતી માટે સારી ગુણવત્તા બિયારણ અને ખાતરની ખરીદી કરી શકે.આ યોજના હેઠળ પીએમ કિસાન યોજના ૧૫ હપ્તા સુધી ચુકવણી કરવામાં આવેલ છે.
Pradhan Mantri Kisan Nidhi Yojana In Gujarati
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રારભ ભારત સરકાર શ્રી દ્રારા ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ નાં રોજ ચાલુ કરવામાં આવેલ છે આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા ખેડૂતોને મળવા પાત્ર છે. આ પાને આ યોજનાનો લાભ લેવા માટે નક્કી થયેલા ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.આ યોજનાની રકમ ખેડૂતોના બેંક અથવા પોસ્ટના ખાતામાં સીધા DBT(Direct Benefit Transfer) મારફતે જમા કરવામાં આવે છે.
પીએમ કિસાન યોજનાની પાત્રતા
- ભારત સરકાર દ્રારા Pradhan Mantri Kisan Nidhi Yojana 2023 માટે પાત્રતા નક્કી કરેલ છે.
- આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નીચે મુજબની પાત્રતા હોવી જોઈએ
- વ્યકતિગત ખેડૂત તરીકે બે હેક્ટર સુધી જમીન ધારણ કરેલી હોય.
- લેન્ડ રેકર્ડમાં એક કરતા વધુ જમીન ધારક ખેડુત કુટુંબના નામ હોય અને કુલ જમીન બે હેક્ટર કરતા ઓછી હોય તે કિસ્સામા રેકોર્ડમાં નામ ધરાવતા તમામ સ્વતંત્ર ખેડૂત કુટુંબને લાભ મળવા પાત્ર રહેશે.
- વ્યકતિગત અને સંયુક્તખાતા પૈકી કોઈ એક અથવા બંનેના એક કરતા વધુ જગ્યાએ જમીન ધારક ખેડૂત તરીકે નામ ધરાવતા હોય તે કિસ્સામા તેમના માલીકી પણા હેઠળ આવતી તમામ ખાતાની જમીન કુલ બે હેક્ટરની મર્યાદામા હોય.
- લેન્ડ રેકોર્ડમા કુલ જમીન બે હેક્ટર કરતા વધુ હોય અને એમાં સમાવિષ્ટ જમીન ધારક ખેડુત કુટુંબમા પ્રતિ ખેડૂત કુટુંબ દિઠ જમીન બે હેક્ટરની મર્યાદામા આવતી હોય તે કિસ્સામાં સમાવિષ્ટ તમામ ખેડુત કુટુંબને લાભ મળવાપાત્ર રહેશે.
- પીએમ કિસાન એ કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજનામાં ભંડોળ ૧૦૦% કેન્દ્ર સરકાર પૂરું પાડે છે.
- PM Kisan Yojana અંતર્ગત નાના અને સીમાંત ખેડુતોને લાભ આપવામા આવે છે.
- જે ખેડુત પરિવારો પાસે ૨ હેક્ટર જમીન સંયુક્ત અથવા માલીકી ધરાવતા નાના અને સી માંત ખેડુત પરીવારો આ યોજનાનો લાભ મળશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનામા ખેડૂતના કુટુંબની વ્યાખ્યા
ભારત સરકાર દ્રારા કુટુંબની વ્યાખ્યા નક્કી કરેલ છે. જેમાં પતિ,પત્ની અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ સંયુક્ત રીતે પોતાની બે હેક્ટર સુધી ખેડાણ લાયક જમીન ધરાવતા હોય તેવા ખેડૂતોનો સમાવેશ આ યોજનાનો લાભ મળશે.
PM Kisan Yojana માં સહાયનુ ધોરણ
- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યમા બે હેક્ટર સુધીજમીન ધરાવતા જમીન ધારક ખેડુત કુટુંબને ત્રણ સમાન હપ્તામા વર્ષે કુલ રૂ.૬૦૦૦/- નો લાભ મળશે.
Highlight Point of PM Kisan samman nidhi Yojana
યોજનાનુંનામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અગ્રેજી |
ઉદેશ | ખેડુત ભાઈઓની આવક વધારવા માટે |
સહાયની રકમ | નાના અને સીમાંત ખેડૂતો માટે |
સહાય કયારે ચૂકવાય છે. | દર ચાર મહીને રૂ.૨૦૦૦/- ની ચુકવણી થાય |
સહાયની રકમ | વર્ષે કુલ રૂ.૬૦૦૦/- |
અધિકૃત વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોને મળવા પાત્ર નથી ?
- વર્તમાન અને ભુતપુર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યકતિઓ
- કેન્દ્ર સરકાર કે રાજય સરકારના વિવિધ વિભાગો,કચેરીઓ,મંત્રાલયો કે તેની ક્ષેત્રીય કચેરીમા સેવા કાર્યરત કે નિવ્રુત તમામ અધિકારીઓને PMKSYનોલાભ મળશે નહી.
- હાલમા કે ભુતકાળમા મંત્રીશ્રી/રાજ્યકક્ષાના મંત્રીશ્રી, લોકસભા,રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓને આ યોજનાનોલાભ મળશે નહી.
- તમામ વય નિવ્રુત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ.૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય એમને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહી.
pm kisan samman nidhi । પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ડોક્યુમેન્ટ
- 7/12 નો ઉતારો
- જમીનનો 8-અ નો ઉતારો
- આધારકાર્ડ
- જો આધારકાર્ડ ન હોયા તો ડ્રાઇવિંગ લાઇન્સ, ચુંટણીકાર્ડ,નરેગા જોબ પૈકી એકની નકલ
- બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક
- Apply pradhan mantri Kisan samman Nidhi yojana in gujarati
- નવા ખેડૂતે ખાતેદાઓએ આ યોજનાનો લાભ લેવા માટે online ફોર્મ ભરવાનુ રહેશે
- સૌપ્રથમ તમારી ગ્રામ પંચાયતમા જાઓ.
- ત્યાં કામગીરી કરતા VCE ને તમામ ડોક્યુમેન્ટ આપો.
- ગ્રામ પંચાયત ખાતે VCE નવા ખેડૂતોને આ યોજનાનુ https://www.digitalgujarat.gov.in/ મારફતે ઓનલાઇન અરજી કરશે
- ઓનલાઇન અરજી થયા બાદ તમને એક રીસિપ્ટ આપવામા આવશે
- આ અરજી ક્રમાક ની પાવતી સાચવીને રાખવાની રહેશે.